ISO 9001 : 2015 Certified

SN24News

सत्य की आवाज

આજે વર્લ્ડ ડાયાબિટીસ ડે : જાણો આ રોગ અને તેના ઉપચાર ………

ઈન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશનના અનુમાન અનુસાર દુનિયામાં આજના સમયમાં 42.5 કરોડની વસ્તી ડાયાબિટીસનો શિકાર છે. વિચારો આ બીમારી કેટલું ગંભીર રૂપ ધારણ કરી ચૂકી છે અને કેટલા ઝડપથી ફેલાઈ રહી છે. શહેર જ નહિ, હવે તો ગામડામાં પણ આ બીમારી ઝડપથી ફેલાઈ રહી છે. યોગ્ય મેનેજમેન્ટ અને લાઈફ સ્ટાઈલ તથા ખાન-પાનના માધ્યમથી ડાયાબિટીસને કંટ્રોલમાં કરી શકાય છે.

આમ તો હવે ડાયાબિટીસ માટે અનેક દવાઓ અને ઉપચાર આવી ગયા છે પરંતુ આમ છતાંય તમારે ચેતતા રહેવું જરૂરી છે. ડાયાબિટીસ કેવી રીતે થાય છે, શેના કારણે થાય છે અને થાય તો શું કરવું, આટલી ખબર હશે તો તમને બહુ વાંધો નહિ આવે. જાણો ડાયાબિટીસ વિષે બધું જ.

1:- કેવી રીતે થાય છે ડાયાબિટીસ?

આપણા શરીરમાં પેનક્રિયાસમાં ઈન્સ્યુલિન રહેલુ હોય છે. તે ફૂડમાં મોજૂદ ગ્લુકોઝને સેલ દ્વારા અબ્સોર્બ કરવામાં મદદ કરે છે જેથી તેનો ઉપયોગ એનર્જી માટે કરી શકાય. જ્યારે ઈન્સ્યુલિનનું સ્તર ઘટવા માંડે તો બ્લડમાં ગ્લુકોઝનું સ્તર વધી જાય છે અને તે ડાયાબિટીસનું રૂપ લઈ લે છે.

2:- આ લક્ષણ દેખાય તો ચેતી જાવઃ

– વારંવાર પેશાબ આવવો, ખાસ કરી રાતના સમયે
– પેશાબ કર્યા પછી ત્યાં કીડીઓ જમા થઈ જવી
– વધારે તરસ લાગવી અને મોંમાં ચીકાશ મહેસૂસ થવી
– પસીનામાં વધુ વાસ આવવી
– વધુ ખીલ થવા
– ઘા પર રૂઝ જલ્દી ન આવવી

3:- કેવા લોકોને વધુ ડાયાબિટીસ થવાનો ખતરો?

– વજન વધારે હોય અને બ્લડ પ્રેશર ઊંચુ રહેતું હોય
– શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધારે હોય
– હૃદય રોગના દર્દી અને 40 વર્ષથી વધુ ઉંમરના લોકો
– આયુર્વેદ અનુસાર જે લોકો ઊંધી-સીધી ચીજોનું સેવન કરે છે, આળસભર્યું જીવન જીવે છે, નવુ અનાજ વધારે ખાય, દહીંનું વધારે સેવન કરે, વધુ મીઠી ચીજો ખાતા હોય
– ખરાબ લાઈફસ્ટાઈલ, ખાન-પાનની ખોટી આદતો, સ્થૂળતા, હોર્મોન્સનું અસંતુલન

જો તમે આટલી ચીજો ઠીક કરો તો ડાયાબિટીસથી બચી શકો છો.

ડાયાબિટીસના બે પ્રકાર હોય છે ટાઈપ 1 અને ટાઈપ 2.

ટાઈપ 1 ડાયાબિટીસઃ જ્યારે બાળપણમાં ઈન્સ્યુલિન હોર્મોન્સ બનવાનું બંધ થઈ જાય ત્યારે તેમાં વધતા બ્લડ શુગરને કંટ્રોલમાં લેવા માટે ઈન્સ્યુલિનનું ઈન્જેક્શન લેવાની જરૂર પડે છે.

ટાઈપ 2 ડાયાબિટીસઃ સામાન્ય રીતે ખરાબ લાઈફસ્ટાઈલ, સ્થૂળતા અને મોટી ઉંમરને કારણે થાય છે. તેમાં શરીરમાં ઈન્સ્યુલિન ઓછી માત્રામાં બને છે.

4:- ડાયાબિટીસથી બચવા શું કરશો?

– ડાયાબિટીસથી બચવું હોય તો રોજ કસરત કરો અને વજન કંટ્રોલમાં રાખો.
– દારુ અને સ્મોકિંગની આદત હોય તો તાત્કાલિક છોડી દો
– બટેટા, અળવી, શક્કરિયા જેવી ચીજો ખાવાનું ટાળો.

5:- આ અંગે સતર્ક રહોઃ

– ડાયાબિટીસને દૂર કરવા નિયમિત રૂપે બ્લડ શુગર ટેસ્ટ કરાવો. ખાવા પહેલા અને પછી બ્લડ શુગરના સ્તરમાં શું અંતર છે તેનો રેકોર્ડ રાખો. આ સ્તર 100-125 mg/dLથી વધારે હોય તો સતર્ક થઈ જાવ અને તરત જ ડોક્ટરનો સંપર્ક કરો.

– એવું ભોજન ખાવ જેમાં કેલેરી ઓછી હોય. ત્રણ ટાઈમ સરખુ ખાવાને બદલે થોડું થોડું કરીને 6-7 વાગર ખાવ.

– ટેન્શન અને સ્ટ્રેસ દૂર કરવા પૂરતી ઊંઘ લો. આ ઉપરાંત રેગ્યુલર હેલ્થ ચેકઅપ કરાવો.

– સામાન્ય લોટની રોટલી ખાવાને બદલે જવ, ચણા, ઘઉં સાથે પીસાવી લો અને તેની રોટલી ખાવ.

-વાસી રોટલી ખાવાથી પણ ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે.

 

ડૉ. સીમાબેન પટેલ

રાષ્ટ્રીય અધ્યક્ષા

રાષ્ટ્રીય એકતા મંચ

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *