ISO 9001 : 2015 Certified

SN24News

सत्य की आवाज

દેહદાન નુ લીધુ સંકલ્પ!!!! કોણ છે આ મહાન પુરુષ?

કાલાવડ ની એકમાત્ર અને સૌરાષ્ટ્ર નુ નંબર વન ન્યુઝ પોર્ટલ

દેહદાન નુ સંકલ્પ

આજરોજ માંગરોળ તાલુકા ની શારદાગ્રામ સંસ્થા સાથે જોડાયેલા અને સર્વોદય સંસ્થાના પ્રમુખ અને અનેક આવેલ સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા શ્રી શરદભાઈ મહેતા કે જેઓએ દેહ દાનનો સંકલ્પ લીધેલો શિવમ ચક્ષુદાન સલાહ કેન્દ્ર -આરેણા દ્વારા દેહ દાન સંકલ્પપત્ર ભરવામાં આવેલ અને ત્યારબાદ તે સંકલ્પપત્ર જૂનાગઢ મેડિકલ કોલેજ ને આપવામાં આવેલ

આજરોજ સંકલ્પ પત્ર નું પ્રમાણપત્ર આરેણા મુકામે શિવમ ચક્ષુદાન આરેણા ના સરનામે આવેલ આ પ્રમાણપત્ર શરદભાઈ મહેતાને આપવા માટે તેમના નિવાસસ્થાને નાથાભાઈ નંદાણીયા તથા ત્યાં હાજર રહેલા આચાર્ય શ્રી પે.સેન્ટર શાળા- આરેણા અર્જુનભાઈ ચાવડા કે જેમના હસ્તે આ પ્રમાણપત્ર શરદભાઈ મહેતા ને આપવામાં આવેલ

શ્રી શરદભાઈ મહેતાએ દેહદાન નું સંકલ્પપત્ર ભરી અને સમાજને એક નવો સંદેશ આપ્યો છે જીવન દરમિયાન તો માણસ એકબીજાને ઉપયોગી થાય પણ મૃત્યુ પછી પણ સમાજને એકબીજાને કઈ રીતે ઉપયોગી થઈ શકાય આ માટેનું એક ઉત્તમ ઉદાહરણ પુરુ પાડેલ આ તકે શિવમ ચક્ષુદાન આરેણા શ્રી શરદભાઈ મહેતાનો ખૂબ ખૂબ આભાર માને છે અને ઈશ્વરને પ્રાર્થના કરે છે આપનું જીવન નીરોગી અને તંદુરસ્ત રહે અને આપ સમાજને આવા સારા અને ઉત્તમ કાર્ય માટે પ્રેરણા આપતા રહો

રિપોર્ટ : મીલન બારડ (માંગરોળ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *