ISO 9001 : 2015 Certified

SN24News

सत्य की आवाज

સનાતન ધર્મ

માનવ પોતે નિમ્ન પશુઓ કરતા ઊંચો, તર્ક તથા બુદ્ધિ સંપન્ન પ્રાણીનો હોવાનું અભિમાન ધરાવે છે. તેમ છતાં એમ જણાય છે કે જ્યારે તે સ્વહિતાર્થે પ્રકૃતિનાં રહસ્યો ઉઘાડવામાં પોતાની તર્ક બુદ્ધિને કામે લગાડે છે, ત્યારે તે જટિલ સમસ્યાના કળણમાં વધુને વધુ ઊંડો ઊતરતો જાય છે. એટલે એ સ્પષ્ટ જ છે કે આપણા સ્વાર્થ માટે કુદરતના નિયમોને કામે લગાડવાના આપણા પ્રયાસોમાં કશુંક ખૂટે છે. એ કશુંક શું છે? “આ સર્જનમાનું બધું જ ભગવાનને માલિકીનું છે અને ભગવાન તેનું નિયંત્રણ કરે છે. માટે મનુષ્ય પોતાને જરૂરી હોય એટલી જ વસ્તુઓ ગ્રહણ કરવી જોઈએ, જે તેના નિર્ધારિત હિસ્સા તરીકે ફાળવવામાં આવી હોય અને મનુષ્ય અન્ય વસ્તુઓ તે કોની માલિકીની છે તે સારી રીતે જાણીને તેમને સ્વીકારવી ન જોઈએ.
ભગવાનની નિર્ધારિત કરેલી પ્રકૃતિ વ્યવસ્થા પશુ-પક્ષીઓનું પાલન-પોષણ કરે છે હાથી દરરોજ તેનો 50 કિલો ખોરાક ખાય છે અને કીડી થોડા કણનો આહાર કરે છે. જો માણસ દખલગીરી ન કરે તો પ્રાકૃતિક સંતુલન સર્વ પ્રાણીઓને ટકાવી રાખે છે.
કોઈપણ કૃષિશાસ્ત્રી તમને કહશે કે પૃથ્વી વર્તમાન માનવ વસ્તીને દસગણો ખોરાક મળે એટલો અન્ન ઉત્પન્ન કરી શકે તેમ છે. તેમ છતાં રાજકારણની ખટપટો તથા યુદ્ધો, જમીનની ગેરવાજબી વહેચણી, અન્નોત્પાદન કરવાને બદલે તમાકુ, ચા તથા કોફી જેવા રોકડિયા પાક લેવા અને દુરુપયોગને કારણે થતું જમીનનું ધોવાણ અવશ્ય ખાતરી આપે છે કે અમેરિકા જેવા ધનાઢ્ય દેશોમાં પણ લાખો લોકો ભૂખ્યા જ રહે છે.
ઈશ્વર દ્રષ્ટિએ પૃથ્વી પરના તમામ જીવો – ભૂચર, જળચર કે ખેચર – એ બધા જ પૃથ્વીવાસીઓ તેમના દીકરા-દીકરીઓ છે. છતાં આ બધાં પ્રાણીઓમાં ‘સૌથી પ્રગતિશીલ’ મનુષ્ય – પ્રાણી એવા આપણે આ દીકરા-દીકરીઓ પ્રત્યે અત્યંત ક્રૂર વ્યવહાર કરીએ છીએ, જેમકે પ્રાણીઓનું કતલ, વરસાદ લાવતા જંગલોનો વિનાશ વગેરે. તેથી જ આપણે કુદરતી હોનારતો, મહાયુદ્ધો, રોગચાળો, દુકાળ વગેરે આફતોનો અંત ન આવે એવી હારમાળા દ્વારા દુ:ખ ભોગવ્યા કરીએ, એમાં શું આશ્ચર્ય છે?
આ અધિકારો બાળકના પિતા સાથેના સંબંધ થતાં અધિકારો છે. દરેક બાળક પોતાની સંપત્તિનો હિસ્સો મેળવવાનો અધિકાર ધરાવે છે. માટે જ પૃથ્વી પરનાં બધાં જ પ્રાણીઓ વચ્ચે ભાઇચારાનું સર્જન કરવું હોય, તો તેના આધાર પરમેશ્વરના સાર્વત્રિક પિતૃત્વ વિશેની સમજણ પર રહેલો છે.
પરમેશ્વર સમગ્ર સર્જનો સ્વામિત્વ ધરાવે છે અને તેને નિયંત્રણ કરે છે. તેમની રજા વગર ઘાસનું તણખલું સુદ્ધા હાલતું નથી. તેઓ સર્વથા સંપૂર્ણ છે. જેવી રીતે પ્રજાવિનાનો રાજા એ રાજા નથી, તેવી રીતે સેવકો વિનાના ઈશ્વર એ ઈશ્વર નથી. સર્વોપરી ભોક્તા છે અને આપણે તેમની સેવા કરીને તેના આનંદમાં સહભાગી થવા માટે નિર્માયેલા છીએ ; નહીં કે તેમનાથી અળગા રહીને આનંદ ભોગવવા માટે. તેઓ સર્વસમર્થ છે અને એ રીતે સર્વથા સ્વતંત્ર છે.
કર્મ તથા કર્મ ફળ નો આ સુપરિચિત કાયદો છે, કેમકે તે આપણે આ જગતમાં જે કરીએ છીએ અને પરિણામે જે સુખ કે દુઃખ ભોગવીએ છીએ, તે વિશે છે. હું જો કોઈ અન્ય જીવને દુઃખ આપુ તો જીવન ચક્ર જયારે ચોક્કસપણે પરિવર્તિત થશે, ત્યારે મને પણ એવું જ દુઃખ ભોગવવું પડશે અને જો હું કોઈ અન્યને સુખી કરું તો એવું જ સુખ મારી વાટ જોશે. આ ભૌતિક જગતમાં પળે પળે, શ્વાસે શ્વાસે આપણા કર્મો સુખ કે દુઃખ નું નિર્માણ કરતા હોય છે.
અગાઉ જણાવ્યા મુજબના દુઃખનું નિવારણ માટે સમગ્ર સમાજ માટે આ એક જ માર્ગ છે. જ્યાં સુધી આપણે આ સંસારમાં રહેલા છીએ ત્યાં સુધી દુઃખોમાંથી મુક્ત થવાનો કોઈ ઉપાય નથી, માટે પ્રકૃતિના સ્વામી પરમેશ્વરને જાણવા અને તેમની ઇચ્છાને અનુસરવું એ જ આપણા માટે એકમાત્ર માર્ગ છે. કેવળ આ માર્ગે જ આપણે પ્રકૃતિના કાયદાઓથી પર થઈ શકીશું, પુનર્જન્મના પુનરાવર્તનનો અંત આણી શકીશું અને ભગવત્પ્રેમ નિવાસ પામવાની જીવનની પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી શકીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *