ISO 9001 : 2015 Certified

SN24News

सत्य की आवाज

સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા 23 ફેબ્રુઆરી એ દેશભરમાં સફાઈ અભિયાન

દાહોદ,

દાહોદ. નિરંકારી બાબા હરદેવસિંહ જી મહારાજની જન્મ જ્યંતીને ગુરૂપૂજા દિવસના રૂપમાં માનવામાં આવશે. આ ઉપલક્ષ્યએ સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા દેશભરના 400 શહેરમાં 1166 સરકારી હોસ્પિટલની સફાઇ કરશે.

દાહોદ જોન ના જોનલ ઇન્ચાર્જ શ્રીમાન ભુપેન્દ્રભાઈ જી એ જણાવ્યું કે સદ્દગુરુ માતા સુદીક્ષા જી મહારાજની પ્રેરણાથી 23 ફેબ્રુઆરી એ સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશનના તત્વધાનમાં સફાઈ અભિયાન ચલાવવામાં આવશે જેમાં દેશમાં 400 શહેરો 1166 સરકારી હોસ્પિટલમાં વિશેષ ધ્યાન આપીને, સાફ-સફાઈ કરવામાં આવશે. જે બ્રાન્ચની નજીક કોઈ સરકારી હોસ્પિટલ નહીં હોઈ ત્યાં પાર્કની સફાઈ અને વૃક્ષારોપણ કરવામાં આવશે. આ પુરા આયોજનમાં બે લાખથી પણ વધારે નિરંકારી પ્રતિનિધિ ભાગીદારી કરશે.

તેમણે જણાવ્યું કે દાહોદ ની ઝાયડ્સ મેડિકલ કૉલેજ એન્ડ
હોસ્પિટલમાં સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશનના વોલ્યુન્ટર તથા સેવાદળના ભાઈ બહેન પોતાની નિર્ધારિત વર્દીમાં 23 ફેબ્રુઆરી એ સવારે 8 થી 12 વાગ્યા સુધી તેમની સેવા આપીને હોસ્પિટલને ચમકાવશે.

આગળ તેમને જણાવ્યું કે ગુરુપૂજા દિવસના ઉપલક્ષમાં 2003 થી સતત સફાઈ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ભક્તો એ જ્યારે નિરંકારી બાબાજી ના જન્મ દિવસ મનાવવાની ઈચ્છા જાહેર કરી, ત્યારે બાબા હરદેવસિંહ જી એ જન્મ દિવસ પર દેશભરમાં સફાઈ અભિયાનની શિક્ષા આપી. અત્યાર સુધીમાં દેશના ઐતિહાસિક સ્થળો, રેલવે સ્ટેશનો, પાર્કઓ, હોસ્પિટલ-ડિસ્પેનશરીઓ, સમુદ્ર તથા નદીઓના કિનારાઓ વગેરેની સફાઈ કરવામાં આવી રહી છે.

રિપોર્ટ : વિજયકુમાર બાછાણી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *