ISO 9001 : 2015 Certified

SN24News

सत्य की आवाज

કેશોદ આસપાસના ઔધોગિક એકમો ચાલું હોય જાહેરનામાના ભંગ બદલ પગલા ભરવામાં તંત્રની ઢીલીનીતી

કેશોદ,

સોંદરડા ઉદ્યોગ નગરમાં કારખાનાઓ શરૂ હોય જે બાબતે તંત્રને જાણ કરતા તંત્ર દ્વારા પગલાં ભરવામાં ન આવતા હિત રક્ષક સમિતિ કન્વીનરે મામલતદારને લેખિતમાં કરી ફરીયાદ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ ફેલાતો અટકાવવા સરકાર દ્વારા વિવિધ કાર્યવાહી કરવામાં આવી રહીં છે અને જવાબદાર તાલુકા મથકે તંત્રને જરૂરી સુચના ત્થા પગલાં ભરવા સતા આપવામાં આવી છે કેશોદ શહેરી વિસ્તારમાં જુદા-જુદા વિસ્તારોમાં લોકડાઉનની ચુસ્તપણે અમલવારી કરાવવાં માટે મુખ્ય માર્ગો પર અને ચોક વિસ્તારમાં તંત્ર દ્વારા પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે સરકાર ને શ્રેષ્ઠ કામગીરી દર્શાવવા વાહનચાલકો સામે દંડ વસૂલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.


કેશોદ શહેરની આસપાસ આવેલા ઔદ્યોગિક એકમો ચાલું હોવાની માહિતી મળતા કેશોદ હિતરક્ષક સમિતિ ના કન્વીનર રાજુભાઈ પંડ્યા સોદરડા ઉધોગનગર માં પહોંચતા ત્રણેક કારખાનાં ચાલુ નજરે પડતાં જવાબદાર તંત્ર ને પગલાં ભરવા જાણ કરી હતી પરંતુ અડધો કલાક સુધી કોઈ ફરક્યા નહોતાં. કેશોદ એજ્યુકેટીવ મેજીસ્ટ્રેટને રજુઆત કરવામાં આવતાં ફરિયાદી રાજુભાઈ પંડ્યા ને લેખિત ફરીયાદ કરવાં જણાવ્યું હતું અને લેખિત ફરીયાદ નોંધાવી છે. કેશોદ નજીકના સોદરડા ઉધોગનગર માં બાલકૃષ્ણ ઈન્ડસ્ટ્રીઝ, શ્રી રામ ઈન્ડસ્ટ્રીઝ અને વાઈટ કોલ ની ફેક્ટરીમાં મજુરોની પાસે કારખાનેદારો દ્વારા કામગીરી કરાવી સરકાર નાં લોકડાઉન નો સરેઆમ ઉલાળીયો કરવામાં આવેલ છે ત્યારે જવાબદાર કારખાનેદારો, જવાબદાર બીટ જમાદાર, જવાબદાર તલાટી મંત્રી વિરુદ્ધ ઉચ્ચ અધિકારીઓ દ્વારા પગલાં ભરવામાં આવશે કે કેમ એ સવાલ ઉઠવા પામ્યો છે. કેશોદ શહેરમાં સામાન્ય પરિસ્થિતિમાં તંત્રની ઘોર બેદરકારી નાં કારણે ગંભીર સ્થિતિ સર્જાશે તો જવાબદારી કોની રહેશે તે પણ એક ચર્ચાનો વિષય બની ગયો છે.

રીપોર્ટ : જગદીશ યાદવ જૂનાગઢ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *