ISO 9001 : 2015 Certified

SN24News

सत्य की आवाज

કેશોદના મેસવાણ ગામેથી જાહેરમાં જુગાર રમતા છ જુગારીઓ ઝડપાયા

કેશોદ,

મેસવાણ ગામે લોકડાઉનમાં જાહેરમાં જુગાર રમતા છ જુગારીઓ અગીયાર હજાર ચારસોની રોકડ સાથે પોલીસે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.
હાલમાં કોરોના વાઇરસના પગલે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામુ બહાર પાડી ધારા 144ની કલમની અમલવારી કરવા હુકમ કરવામા આવ્યો છે. લોકોને અગત્યના કામ કે ઈમરજન્સી વગર ઘર બહાર નહીં નીકળવાની સુચના આપવામાં આવી છે, ત્યારે કેશોદ તાલુકાના મેસવાણ ગામે જાહેરમાં તીનપતીનો જુગાર રમતા સાત જુગારીઓને અગીયાર હજાર ચારસોની રોકડ સાથે પકડી એસ. યુ. દલની ફરીયાદના આધારે સાત જુગારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સાતજુગારીઓમાં ભુપત ભાણુ બાબરીયા જે અગાઉ પણ જુગાર રમતા ઝડપાયેલ અને પોલીસ દ્વારા માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો, ત્યારે ફરીથી જુગાર રમતા ઝડપાયેલ છે.

રિપોર્ટ : જગદીશ યાદવ, જૂનાગઢ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *