ISO 9001 : 2015 Certified

SN24News

सत्य की आवाज

રાજકોટ શહેરના તમામ થાણા ઇન્ચાર્જ ની મીટીંગ લઈ. હાલમાં જે કોરોના વાયરસના લીધે Lockdown ની પરિસ્થિતિ છે તે બાબતે

રાજકોટ,

તા.૨૪.૩.૨૦૨૦ ના આજરોજ ડી.સી.પી. રવીમોહન સૈનિ રાજકોટ શહેરના તમામ થાણા ઇન્ચાર્જ ની મીટીંગ લઈ. હાલમાં જે કોરોના વાયરસના લીધે Lockdown ની પરિસ્થિતિ છે તે બાબતે અગત્યની સૂચનાઓ આપેલ તેમજ જીવન જરુરિયાતની વસ્તુઓની અવરજવર ચાલુ રહે તેવી તમામને સુચના આપેલ. ખાસ કરીને ડોક્ટર, નર્સિંગ સ્ટાફ, સફાઈ કામદારો, બ્લડ બેન્ક સ્ટાફ, અનાજ કરિયાણાના વેપારીઓ, દૂધ અને તેની બનાવટોના વેપારીઓ તેમજ અન્ય જરૂરી લોકોને જવા માટે કોઇ રોકે નહી તે સુનિશ્ચિત કર્યું હતું. તેમજ પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ પણ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે તેવી સૂચના કરી હતી. મીટીંગની બેઠક વ્યવસ્થા સોશિયલ ડિસ્ટન્સ ને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલ હતી.

રિપોર્ટ : દિલીપ પરમાર, રાજકોટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *