ISO 9001 : 2015 Certified

SN24News

सत्य की आवाज

રાજકોટ શહેર જ્યોતિ C.N.C. રાજકોટમાં અઠવાડિયામાં ૧૦૦૦ વેન્ટીલેટર બનાવશે

રાજકોટ,

તા.૨૫.૩.૨૦૨૦ રાજકોટ શહેરના ઉધોગપતિ પરાક્રમસિંહ જાડેજાએ બેમિસાલ યોગદાન આપ્યું છે. અને જ્યોતિ C.N.C. દર અઠવાડીયે ૧૦૦૦ વેન્ટીલેટરનું ઉત્પાદન કરશે. તેવો નિર્ણય લીધો છે. આ અંગે રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે કોરોનાની વર્તમાન પરિસ્થિતિમાં રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં વેન્ટીલેટરની જરૂરિયાતને ધ્યાનમાં રાખી રાજકોટમાં દર માસે ઓછામાં ઓછા ૧૦૦૦નુ ઉત્પાદન થાય તે દિશામાં પ્રયાસો શરુ કરાયા છે. આવતીકાલથી આ કામગીરી શરુ થઇ જશે. કલેકટરે વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર રાયમાં વેન્ટિલેટરની જરૂરિયાત ઊભી થાય તે મુજબ રાજકોટમાં જો જરિયાત ઓછી હશે તો આવા વેન્ટિલેટર રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ મોકલવામાં આવશે. રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોના સંદર્ભે હાલ પરિસ્થિતિ સારી છે. પરંતુ આમ છતાં ભવિષ્યમાં કદાચ જરૂર પડે તો આગોતરા આયોજનના ભાગરૂપે ડોકટરો અને પેરામેડિકલ સ્ટાફની ભરતી કરવામાં આવશે. આ માટે જિલ્લા આરોગ્ય અધિકારીને સરકાર દ્રારા તે અંગેના પાવર આપવામાં આવ્યા છે. અમદાવાદ. જામનગર. સુરત અને ભાવનગરની માફક રાજકોટમાં પણ કોરોનાના સેમ્પલના ટેસ્ટિંગ માટે લેબોરેટરીની સ્થાપના કરવાનો નિર્ણય લેવાઈ ગયો છે. તે અંગેના સાધનની ખરીદી થઈ ગઈ છે. આ સાધનો મુંબઈથી રાજકોટ મોકલવામાં આવશે. અને ગુજરાતમાં રાજકોટ ઉપરાંત વડોદરા ખાતે પણ ટેસ્ટીંગ લેબોરેટરી શરૂ કરવામાં આવશે તેમ પણ કલેકટરે જણાવ્યું હતું. કોરોનાના સેમ્પલ માઇનસ ૭૦ ડિગ્રીમાં રહી શકે તે પ્રકારના ખાસ ડીપ ફ્રીજ અને અન્ય સાધનસામગ્રી ખરીદવામાં આવી છે. અને ટૂંક સમયમાં રાજકોટ ખાતે પણ લેબોરેટરી શરૂ થઇ જશે.

રિપોર્ટ : દિલીપ પરમાર, રાજકોટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *