ISO 9001 : 2015 Certified

SN24News

सत्य की आवाज

લોક ડાઉનને લઇને ‘હિન્દ ન્યૂઝ’ એ ભુજ ના એસ.પી. સાથે કરી ખાસ વાતચીત

ભુજ,

દેશમાં લોક ડાઉનની સ્થિતિ વચ્ચે સમગ્ર કચ્છમાં પોલીસે કડકાઇ સાથે સૂચનાઓના આદેશોનું પાલન કરવાનું શરૂ કરી દીધું છે. આ વચ્ચે અનેક ગામોમાં એકલવાયું જીવન જીવતા વૃદ્ધોની મદદ માટે પણ પોલીસે પહેલ કરી છે. આ ઉપરાંત પોલીસે ઘરની બહાર નહીં નીકળવા લોકોને અપીલ કરી છે.

કચ્છ માં લોક ડાઉનને લઇને ભુજના SP સૌરભ તોલંબિયા સાથે ‘હિન્દ ન્યુઝ’ એ ખાસ વાતચીત કરી હતી.

જેમાં તેમણે જણાવ્યું કે, હોમ ક્વોરેન્ટાઇન કરાયેલા લોકોમાંથી 8 ફરાર છે. જેથી તેમની વિરૂધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

વધુમાં તેમણે જણાવ્યું કે, ધાર્મિક સ્થાનોમાં હજૂ પણ લોકો એકત્ર થાય, તે અંગેની કેટલીક ઘટનાઓ સામે આવી છે. જેથી પોલીસ અનુરોધ કરે છે કે, ધાર્મિક સ્થળો પર લોકોની ભીડ એકત્ર ન થવી જોઈએ અને સૂચનાનો ચુસ્તપણે અમલ થવો જોઈએ. આ ઉપરાંત તેમણે કહ્યું કે, પોલીસ પેટ્રોલિંગ દરમિયાન વિવિધ ગામો અમે શેરીઓમાં લોકો જોવા મળે છે, જે યોગ્ય નથી. લોકોએ પોતાની જવાબદારી સમજવાની જરૂર છે. પોલીસ ચોક્કસથી કામ કરીં રહી છે, પરંતુ લોકો જ્યાં સુધી સહયોગ નહીં આપે, ત્યાં સુધી તેમનો અમલીકરણ શક્ય નથી.

રિપોર્ટ : રામજી સોંધરા, ભુજ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *