ISO 9001 : 2015 Certified

SN24News

सत्य की आवाज

રાજકોટ શહેરના વોર્ડનં.૧૫ માં સામાજિક કાર્યકરોએ તેમના વોર્ડના ગરીબ લોકોને કરિયાણાની સહાય કરી

રાજકોટ,

રાજકોટ શહેર વોર્ડનં.૧૫ ના સામાજિક કાર્યકરો દ્વારા અત્યંત જરૂરી ગરીબ લોકોને અનાજ કરીયાણુ આપેલ. રાજકોટ શહેરમાં કલમ.૧૪૪ ના પગલે કર્ફ્યુનો માહોલ સર્જાયો છે. સમુદ્રમાં તોફાન આવે તો હોડીચાલક ગમે તેટલો કુશળ અને મજબૂત હોય. જો હોડી જ નબળી હોય તો ડૂબવાનું જોખમ રહેશે. આજે આપણી જિંદગીમાં કોરોનાનું તોફાન આવી ચૂક્યું છે. સરકાર પોલીસ અને અન્ય સંસ્થાઓ ગમે તેટલી મજબૂતાઈથી કામ કરે પરંતુ જો આપણે ભૂલ કરી બેશીશું તો આ હોડીની નબળાઈ કહેવાય છે. અને તે ડૂબી જ જશે. આજકાલ આપણા માંથી મોટા ભાગના લોકો પહેલાથી જ કામમાં વ્યસ્ત હશે. પરંતુ મોટાભાગના લોકો અગાઉ કરતાં વધુ ચિંતિત બની ગયા છે. જે લોકો પોતાની ડયુટી કરી રહ્યા છે. સમાજ સેવા કરી રહ્યા છે. તેમને તો સાદર નમન જ છે. પરંતુ જે લોકો ઘરોમાં છે તેઓ એમના સમજો કે તમને કેદ કરી દેવાયા છે. એમને પણ કોઈને કોઈ સ્વરૂપમાં સેવામાં લાગવું જોઈએ. તમારે ખુદને સુરક્ષિત કરી લેવું પણ સૌથી મોટી સેવા છે. ત્યારે થોરાળા વિસ્તારમાં રહેતા જરૂરિયાત મંદ અત્યંત ગરીબ લોકોને મળી તેમની પીડા પોતાના શિરે લઈ એક માનવતાનુ કામ કરેલ છે. ત્યારે થોરાળા વિસ્તાર. ગોકુલપરા. આરાધના સોસાયટી, આબેડકરનગર ૮૦ફુટ રોડ, આવેલ વિસ્તારોમાં જે લોકો રોજે રોજનુ કમાઈને રોજે રોજ પેટનો ખાડો પુરતા હોય છે. આજે ભોજન મળ્યુ તો કાલની ચિંતા હોય, રાજકોટ શહેરમાં કલમ.૧૪૪(લોક ડાઉન) લાગેલી હોય, ૩ દિવસથી રોજે રોજનુ કમાઈને લાવીને ધર ચલાવતા લોકો જેનો બે દિવસ થી ચુલો ન જગાવેલ હોય, ભુખે શુય જવુ પડતુ હોય છે. તેવામાં તે વિસ્તારના સામાજિક કાર્યકર અરવિંદ મુછડીયા, મહેબુબભાઈ સુમરા, મહેબુબભાઈ આમરોણીયા, હરીશભાઈ ગોહીલ, ડૉ. ગૌતમભાઈ ચાવડા, હરેશ પરમાર., મહેશભાઈ જાદવ (rto)વાળા, નરેશ મકવાણા, રમેશભાઈ મુછડીયા,  (પત્રકાર)દિલીપભાઈ પરમાર તથા અન્ય લોકોએ આગેવાનોએ માનવતા દાખવતા ૫ થી ૭ દિવસના રાસનની કીટ ૨૦ પરીવારને વ્યવસ્થા કરી આપેલ હતી.

રિપોર્ટ : દિલીપ પરમાર, રાજકોટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *