ISO 9001 : 2015 Certified

SN24News

सत्य की आवाज

અપડાઉન કરતા ગુરુજીઓ સાવધાન ,,અપડાઉન બંધ અને હેડક્વાર્ટર પર રહેવા પરિપત્ર કરતા ટી.પી.ઈ.ઓ દિયોદર

અપડાઉન કરતા ગૃરુજીઓ સાવધાન પોતાના ફરજ ના સ્થળે ઠરીને રહેજો નહીતો દિયોદર ટી. પી.ઈ ઓ શિક્ષાત્મક પગલાં લેશે અને મકાન ભાડું પગાર માં લ્યો છો એય બંધ સમજો અને ભાડે ફેરવવા ઇકો સહિત અન્ય ગાડીયો લાયા છો એને મેણિયું ઢોકી દેજો નહીતો ટી.પી.ઈઓ વિફર્યા છે

આખરે દિયોદર શિક્ષણ શાખા ના વડા જગ્યા અપડાઉનીયા શિક્ષકોને હેડક્વાર્ટર ન છોડવા આદેશ તેમાં કસૂર તો ભાડું બંધ અને શિક્ષાત્મક કાર્યવાહી ના આદેશ કરતો પરિપત્ર કર્યો..

સમગ્ર રાજ્યમાં સરકારી શાળાઓ માં ફરજ બજાવતા શિક્ષકો પોતાના વતન થી લગભગ દૂર ના સ્થળે પોસ્ટિંગ હોય છે ત્યારે કોઈ શિક્ષક ફરજ પર ના સ્થળે હાજર રહે છે અને કોઈ બિન્દાસ ૧૦૦ થી ૨૦૦ કિલોમીટર સુધીનો અપડાઉન કરે છે અને રાજ્ય સરકાર ના પરિપત્ર નો સરેઆમ ઉલંઘન કરતા હોય છે ત્યારે બનાસકાંઠા ના દિયોદર વિસ્તારમાં પણ સંખ્યાબંધ શિક્ષકો બેરોકટોક પરિપત્ર ના વિરુદ્ધ દિયોદર તાલુકાના ગામડાઓમાં થઈ છેક પાટણ,મહેસાણા,પાલનપુર, સાબરકાંઠા સહિત ના વિસ્તારોમાં અપડાઉન કરી રહ્યા છે અને ગામડાં માં શિક્ષણ કથળી રહ્યું છે ત્યારે રૈયા ગામ ના જાગૃત નાગરિક ભુપેન્દ્રભાઈ જયશંકરભાઈ વ્હોરા એ દિયોદર શિક્ષણ વિભાગ ને લેખિત માં તા 18/3/2019 ના રોજ ફરિયાદ કરેલી કે શિક્ષકો ના અપડાઉન ના કારણે ગામ માં શિક્ષણ કથળી રહ્યું છે ત્યારે દિયોદર શિક્ષણ ટી.પી.ઈ.ઓ ને શિક્ષકો નું અપડાઉન કરવું એ ચેક 3 થી 4 મહિના બાદ ગંભીરતા સમજાણી અને અપડાઉન બંધ કરીએ ફરજ પર ના સ્થળે ફરજીયાત હાજર રહેવાનાં પરિપત્ર કરી ને આદેશ કરાયો છે અને એમ છતાં કોઈ શિક્ષક અપડાઉન કરતા જણાશે તો મકાન ભાડા ના રૂપિયા બંધ કરશે અને શિક્ષાત્મક પગલાં ભરાશે તેમ દિયોદર તાલુકા તમામ શિક્ષકોને અપડાઉન રોકવા જેતે શાળાઓ ના આચાર્ય ને લેખિત માં જાણ કરેલ આમ દિયોદર માં છેલ્લા ઘણા સમય થી સરકાર ના પરિપત્ર નું ઉલ્લંઘન કરી શિક્ષકો બેખોફ અપડાઉન કરતા હતા તે આ પરિપત્ર ની કાઈ અસર થાય છે કે પછી પરિપત્ર માત્ર કાગળ ઉપર રહેશે તે તો આવનારો સમય બતાવશે….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *