ISO 9001 : 2015 Certified

SN24News

सत्य की आवाज

પાટણ જિલ્લાના રાધનપુર માં શિક્ષક દ્વારા પત્રકાર ને જાનથી મારી નાખવાની ધમકી

ચોરી ઉપર સે સીના જોરી

પાટણ જિલ્લાના રાધનપુરના શેઠ કે.બી.વકીલ હાઈસ્કૂલના એક શિક્ષકે રાધનપુરના પત્રકારને ફોન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

અત્રે જણાવવાનું કે પાટણ જિલ્લાના રાંધણપૂર શેઠ કે.બી.વકીલ હાઈસ્ફૂલમા શિક્ષક તરીકે ફરજ બજાવતા એવા વી.એસ.પટેલ દ્વારા સ્કૂલની વસ્તુઓ સાંજના સમયે તેમના ઘર ભેગી કરતા હોવાનું ઈલક્ટ્રોનિક મીડિયા ના પત્રકાર મયારામ સાધુ ને આ હકીકત ની જાણ થવા પામી હતી.

ગત શનિવાર ના રોજ શિક્ષક વી.એસ.પટેલ દ્વારા સ્કૂલના સ્ટોર રૂમ માંથી પાણીની પાઈપો ઘરે લઈ જતા હોવાની હકીકત પત્રકાર મયારામ સાધુને મળવા પામી હતી. જે અનુસંધાને આ પત્રકારે સ્કૂલ આચાર્ય ઝાલા સાહેબને આ અંગે હકીકતની જાણ કરેલ હતી પરંતુ આ ચોરીના સંદર્ભે આચાર્ય ઝાલા સાહેબે મૌન સેવ્યુ હતું. આ ઘટના બાદ શિક્ષક વી.એસ.પટેલ દ્વારા પત્રકાર મયારામ સાધુને ફોન કરી અસંખ્ય અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે મયારામ સાધુએ રાધનપુર પોલીસ મથકમાં શિક્ષક વી.એસ.પટેલ વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *