ISO 9001 : 2015 Certified

SN24News

सत्य की आवाज

જામનગરમાંથી અપહરણ થયેલી બાળકી મેઘપર પાસેથી મળી આવી

ગઈકાલ સાંજે 6:30 તળાવની પાળેથી ગુમ થયેલી કિશોરી મેઘપર પાસેથી મળી આવી છે…

જામનગરમાં રહેતા અરવિંદભાઇ ઝિંઝુવાડીયાની અઢી વર્ષની પુત્રી ગઈકાલે સાંજે 6.30 કલાકે પોતાની માતા સાથે તળાવની પાળે ફરવા ગઈ હતી… અને એકાએક આ બાળકી ગુમ થઈ ગઈ હતી…. બાદમાં તેની માતાએ તેની શોધખોળ રાતના સાડા નવ વાગ્યા સુધી કરી હતી… જોકે બાળકનો કોઈ પત્તો ન લાગતા આખરે પોલીસ કેસ નોંધાયો હતો….

જામનગર પોલીસે જુદી જુદી ટીમો બનાવી સમગ્ર શહેરમાં બાળકીને શોધવા માટેના પ્રયાસો હાથ ધર્યા હતા તેમજ સોશિયલ મીડિયા પર પણ અને બાળકી મળે તે માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યા હતા…..

સીસીટીવીમાં એક મહિલા અઢી વર્ષની બાળકીને લઈ જતી દેખાય આવે છે…. મહત્વનું છે કે આ બાળકી મેઘપર પાસેથી રડતી હાલતમાં મળી આવી છે… મેઘપર પોલીસે બાળકીનો કબજો મેળવી તેમના માતા-પિતાને સોંપવાની તજવીજ હાથ ધરી છે…..

અને જે મહિલા બાળકીને લઇ રફુચક્કર થઈ ગઈ છે તેમની શોધખોળ પોલીસે હાથ ધરી છે….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *