ISO 9001 : 2015 Certified

SN24News

सत्य की आवाज

કાંકરેજ તાલુકામા ગૌચરના ઉપરના દબાણો દુર કરવા લોક માગ…

કાંકરેજ તાલુકો અેટલે કે ગાયો માટે ખુબજ મહત્વ ધરાવતો તાલુકો ગણાય છે.તેમજ વિશ્ર્વ ભરમા કાંકરેજી ગાયથી પણ આ તાલુકો અોળખાય છે. તેમજ વિશ્વમા કાંકરેજ માજ અેક માત્ર ગાય માતાની જીવંત સમાદી લીધેલ મંદીર આવેલુ છે.ત્યારે રજવાઙા સમયથીજ ગાયો થી જાણીતા કાંકરેજ છે. ત્યારે તાલુકામા ગાયો માટે ગૌચરો જે હતા તે અમુક રાજકરણીઆે અને માથા ભારે માણસો દ્રારા પોતાના લાભ માટે દબાણો કરી નાખ્યા છે. ત્યારે તંત્ર પણ ઘોર નીદ્રામા હોય તે રીતે કોય જાતના પગલા આવા લોકો સામે લેતુ નથી.

વાત કરવામા આવેતો કાંકરેજ તાલુકાના રતનગઢ ગામમાં ગૌચરો પરનું દબાણ ખુલ્લું કરવાની રજૂઆત છતાં તંત્ર કુંભકર્ણ ની જેમ હોય તેવી મિડિયા સમક્ષ રજુઆત કરવામાં આવી છે.કાંકરેજ તાલુકાના પશું પ્રેમી અને ગૌ ભક્ત ગાંડાભાઈ હેમાભાઈ પટેલ રહેવાસી રતનગઢ તા. કાંકરેજ વાળા પોતાની વેદનાં મિડિયા ના કેમેરા સામે ઠાલવી રહ્યા છે કે અમોએ અમારાં રતનગઢ ગામે ગૌચર દબાણ ખુલ્લું કરવાં માટે અરજીઓ

તા.૧૫-૫-૨૦૧૭ તેમજ

તા.૧૧-૪-૨૦૧૮ લેખીત રજુઆત તાલુકા વિકાસ અધિકારી કાંકરેજ, નાયબ કલેકટર ડીસા, કલેકટર બનાસકાંઠા વગેરેને દબાણ ખુલ્લું કરાવવાં માટે કરવા છતાં આજ દિન સુધી ગૌચર દબાણ માટે કોઈ અધિકારી તેમજ કોઇ લાગતાં વળગતાએ અમારી લેખીત રજુઆત રતનગઢ ગામે આવેલ ગૌચરો પરનું દબાણ ખુલ્લું કરવાંની કોઈએ નોંધ લીધી નથી.અને દબાણ ખુલ્લું થયેલ ના હોવાનું કહી રહ્યા છે.

ત્યારે રતનગઢ ગામે વિકાસ ના નામે ભષ્ટ્રાચાર થયો હોવાનું તેમજ રતનગઢ ગામે થયેલ લાખો રૂપિયાના ખર્ચે ગોબર ગેસ પ્લાન્ટ નું નામ નિશાન ના હોવાનું લોકોમાં ચર્ચા ચાલી રહી છે.ત્યારે

ગૌચર પરનાં દબાણો દૂર થશે કે પછી વાડેજ ચીભડાં ગળી જશે તે તો આવનારો સમયજ બતાવશે.ઘણી વાર ગૌ પ્રમીયો અથવા જાગૃત નાગરીકો દ્રારા ગૌચર ખુલ્લુ કરવા માટે અરજીઆે અને રજુવાતો કરવામા આવે છે.ત્યારે દબાણો દુર કરવા તાલુકાની ટીમ તો જાય છે. પણ સમાધન અથવા દબાણ દુર કરાનુ નાટક ભજની ને પાછા આવી જાય છે. ત્યારે ફરીથી અે ગૌચાર અેમના અેમજ પાછા દબાણો થય જાય છે.ત્યારે કાંકરેજ તાલુકામા દરેકે દરેક ગામમા ગૌચારના મસ્ત મોટા દબાણો થયેલા છે.અને ગૌચારની જમીનો ઉપર રાજકારણી આે અને માથા ભારે માણસો દ્રારા દબાણો કરીને સરકારના નીયમોને ઘોરીને પી ગયા છે.અને જાણે કે પોતાના બાપ દાદાની મીલગત હોય તે રીતે રોફ જમાવીને બીન્દાસ હક જમાવી નાખ્યા છે.

તાલુકામા ગૌચરો પરનું દબાણો ની વાત કરવામા આવેતો રતનગઢ,રવિયાણા, કૂવારવા,આકોલી મા-વાસ, પાદરડી,ચીમનગઢ,ખસા,કાકર, વરસડા,જાખેલ, માંડલા,મોટા જામપુર,કંબોઇ,કસરા,ચેખલા, સમણવા,શિયા,ઓઢા,વગેરે ગામોમાં ગૌચર મોટા પાઅે દબાણ થયેલ હોવાના લોકમુખે સાંભળાઈ રહ્યું છે.ત્યારે તંત્ર આ તમામ ગામોમા ટલાટીઆે દ્રારા નોટીસો અપાવીને તમામ ગૌચાર ખાલી કરાવવામા આવે અને જોય ખાલી કરવા તૈયાર ના થાય તો કાયદાકીય પગલા ભરીને પણ તાલુકાના દરેકે દરેક ગામના ગૌચર ખાલી કરવામા આવે તેવુ કાંકરેજ તાલુકાના લોકો ઇસ્યી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *