ISO 9001 : 2015 Certified

SN24News

सत्य की आवाज

થરાદ માં નાસ્તા અને ચોપડાનું વિતરણ કરી અનોખી રીતે જન્મદિન ની ઉજવણી કરી.

બહુ નાની ઉંમરમાં શિક્ષણ પ્રેમ લાગી આવ્યો એવા છેવાડા વિસ્તારના દીપકભાઈ મણવરના જન્મદિવસ નિમિત્તે ઉજવણીના ભાગરૂપે નરસિંહનગર પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓને ચોપડાઓ અને નાસ્તાનું વિતરણ કરાયું*

લાયન્સ કલબ વાવ બોર્ડર ના મેમ્બર દીપકભાઈ મણવર લોદરાણી ના જન્મદિવસ નિમિત્તે થરાદની નરસિંહ નગર પ્રાથમિક શાળામાં ચોપડા વિતરણ અને વિધાર્થીઓને નાસ્તો આપવામાં આવ્યો……

લોદ્રાણી ગામના રહેવાસી અને વાવ લાઈન્સ કલબના મેમ્બર તથા કેસર કૃપા કોમ્પ્યુટર ચલાવતાં યુવાન અને સમાજના નાના મોટા કાર્યોમાં સહભાગી થતા એવા શિક્ષણપ્રેમી લાયન્સ ક્લબ વાવ બોર્ડર ના મેમ્બર દીપકભાઈ મણવર નો આજે જન્મદિવસ હોવાથી જન્મદિવસ નિમિત્તે કેક ના કે ઉત્સવના ખોટા ખર્ચ ના કરતાં આજના વર્તમાન યુગમાં શિક્ષણ તરફ વિચારતા તેમણે થરાદની નરસિંહ નગર પ્રાથમિક શાળા ના નાના બાળકોને ચોપડા બોલપેન સાથે તમામ બાળકોને નાસ્તો કરાવી જન્મદિવસની શુભેચ્છા મેળવી હતી… જેમાં મુકેશભાઈ એપા,પ્રતાપભાઈ વાણીયા, વિક્રમભાઈ મણવર, બાબુભાઈ સુવાતર, રામચંદ્ર પારેગી વગેરે લોકો ઉપસ્થિત રહી સહયોગ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *