ISO 9001 : 2015 Certified

SN24News

सत्य की आवाज

ઘરેલુ હિંસા અને તેના પ્રકારો

 

 

*ઘરેલુ હિંસા*(ક. 03)  Domestic Violence

એ) ભોગ બનેલી સ્ત્રીનું આરોગ્ય , સલામતી , જીવન , અંગ અથવા માનસિક કે શારિરીક સુખાકારીને નુકશાન અથવા ઈજા કે જોખમમાં મૂકે અથવા તેમ કરવાનું વલણ ધરાવે અને તેમાં શારીરિક શોષણ , જાતીય શોષણ , શાબ્દિક અને સંવેદનાત્મક શોષણ અને આર્થિક શોષણ નો સમાવેશ થાય છે; અથવા

બી) ભોગ બનેલ વ્યક્તિને અથવા તેણીને સાથે સમ્બંધિત વ્યક્તિને દહેજ અથવા અન્ય મિલકત કે કંપની જામીનગીરીની ગેરકાયદેસર માંગણી પૂરી કરવાના દબાણ કરવાના ઈરાદાથી , ભોગ બનેલ વ્યક્તિને હેરાન કરવામાં , નુકસાન પહોંચાડવામાં , ઈજા કરવામાં કે જોખમમાં મુકવામાં આવે;

સી) ક્લોઝ એ) અથવા ક્લોઝ બી) માં નિર્દિષ્ટ કરાયેલ વર્તન થી ભોગ બનેલ વ્યકતિને અથવા તેની સાથે સંબંધિત વ્યક્તિને ધમકી આપવાની અસર થતી હોય; અથવા ;

ડી) અન્ય રીતે ભોગ બનેલી વ્યક્તિ ને શારીરિક કે માનસિક ઈજા અથવા નુકસાન પહોંચાડવામાં આવે;
__તો તે ઘરેલુ હિંસા ગણાય.

 

*ખુલાસો* ઘરેલુ હિંસા ચાર પ્રકારના હોય છે.

*૧) શારીરિક શોષણ (Physical abuse)* એટલે એવું કૃત્ય અથવા વર્તન કે જે એવા પ્રકારનું હોય કે જેનાથી ભોગ બનેલી વ્યક્તિને શારીરિક વેદના , નુકશાન અથવા જીવન અંગે અથવા આરોગ્ય માટે જોખમ પેદા કરે અથવા તેનું આરોગ્ય કે વિકાસમાં અવરોધક બને અને તેમાં હુમલો , ગુનાહિત ધમકી અને ગુનાહિત બળ નો સમાવેશ થાય છે.

*૨) જાતીય શોષણ (Sexual abuse)* માં એવા પ્રકારના જાતીય વર્તનનો સમાવેશ થાય છે કે જેનાથી સ્ત્રીના ગૌરવનું શોષણ અથવા તેને અપમાનિત કરે અથવા માનહાની કરે કે અન્યથા તેનો ભંગ કરે;

*૩) શાબ્દિક અને સંવેદનાત્મક (Verbal and emotional abuse)*

એ) અપમાન , મશ્કરી , ઉતારી પાડવું અને બાળક ન હોવા કે અથવા છોકરો ન હોવો સંબંધમાં અપમાન અને મશ્કરી;

બી) ભોગ બનેલી વ્યક્તિને જેમાં હિત હોય તે વ્યક્તિને શારીરિક વેદના ઉત્ત્પન કરવા માટે વારંવાર ધમકીઓ__ નો સમાવેશ થાય છે.

 

*૪) આર્થિક શોષણ (Economic abuse)* માં ભોગ બનેલ વ્યક્તિ કોઈ કાયદા કે રિવાજ હઠળ હક્કદાર હોય , ભલે પછી તે અદાલતના હુકમ હેઠળ અન્ય રીતે ચુકવણીપાત્ર હોય તેવા તમામ બાબત અથવા કોઈ એક આર્થિક કે નાણાકીય સંસાધનોની અથવા ભોગ બનેલ વ્યક્તિ અને તેણીના બાળકો માટે જરૂરિયાતમાંથી ઉત્પન્ન થતી પરંતુ તેના પૂરતી મર્યાદિત નહીં એવી ઘરવખરીની જરૂરિયાતો , સ્ત્રીધન , ભોગ બનેલ વ્યક્તિની સંયુક્ત અથવા અંગત માલિકી મિલકત , હિસ્સો કરાયેલ ઘરબારના ભાડા અને ભરણપોષણ ચુકવણીની વંચિતતા

આવા કોઈપણ પ્રકારના ઘરેલુ હિંસા ના ભોગ બનો તો તાત્કાલિક ધોરણે નજીકના પોલીસ મથકે ફરિયાદ કરી યોગ્ય ન્યાય માટે અપીલ કરવી.

 

ડૉ .સીમાબેન પટેલ

અધ્યક્ષા

રાષ્ટ્રીય એકતા મંચ

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *