ISO 9001 : 2015 Certified

SN24News

सत्य की आवाज

સૌરાષ્ટ્રષ્ટ્ર ઝોન કક્ષાની હેન્ડબોલ સ્પર્ધાનું આયોજન શ્રી વિજાપુર વિદ્યાસંકુલ-સિદસરના આંગણે

જામનગર તા.૦૪ નવેમ્બર, રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા આયોજીત અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, જામનગર સંચાલીત ખેલ મહાકુંભ-૨૦૧૯ની સૌરાષ્ટ્ર ઝોન કક્ષાની હેન્ડબોલ સ્પર્ધાનું આયોજન તા.૦૧ નવેમ્બરથી ૦૯ નવેમ્બર ૨૦૧૯ દરમિયાન શ્રી વિજાપુર વિદ્યાસંકુલ સિદસરના આંગણે કરવામાં આવેલ છે. જેમાં સૌરાષ્ટ્રના જુદા-જુદા ૧૧ જિલ્લાઓ તથા ૪ મહાનગરપાલિકાની કુલ ૧૫ જેટલી જુદા-જુદા વયજુથની ટીમો ભાગ લેશે.

        તા.૦૨ નવેમ્બર ૨૦૧૯ના રોજ અન્ડર ૧૪ (બહેનો)ની સ્પર્ધાથી આ રમતનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં સંસ્થાના પ્રમુખ તથા પૂર્વ કેબીનેટ મંત્રીશ્રી ચિમનભાઈ સાપરીયા તથા સંસ્થાના ઉપપ્રમુખશ્રી રમણીકભાઈ ભાલોડીયા, અમદાવાદથી ખાસ ઉપસ્થિત સમાજના આગેવાનશ્રી મગનભાઈ જાવીયા, દિલીપભાઈ વાછાણી, કૌશીકભાઈ રાબડીયા, વિઠ્ઠલભાઈ કોરડીયા, ગોપાલભાઈ માણાવદરીયા, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી નિતાબેન વાળા, ગુજરાત હેન્ડબોલ એસોશીએશનના સેક્રેટરી પ્રવિણસિંહ, નોડલ ઓફિસર ધ્યાનેદ્ર પુરી, પ્રાંત યુવા વિકાસ અધિકારીશ્રી ભગીરથસિંહ જાડેજા, સંસ્થાના આચાર્યશ્રી કેવિનભાઈ ફડદુ, સંસ્થાના રમત ગમત શિક્ષક શ્રી ડો.મૌલિકભાઈ જાવીયા વગેરે ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા તથા ભાગ લેનાર બધા ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી. સૌરાષ્ટ્ર ઝોન કક્ષાએ પ્રથમ અને દ્વિતિય ક્રમ મેળવનાર ટીમો ગુજરાત રાજ્ય કક્ષાએ સૌરાષ્ટ્રનું પ્રતિનીધિત્વ કરશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી જામનગરની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *