ISO 9001 : 2015 Certified

SN24News

सत्य की आवाज

રોજગાર વિનિમય કચેરી દ્વારા નામ નોંધણી કેમ્પનુ આયોજન

રોજગાર વિનિમય કચેરી દ્વારા નામ નોંધણી કેમ્પનું આયોજન

મોરબી,
મોરબી જિલ્લાનાં રોજગારવાંચ્છુ ઉમેદવારો રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી કરાવી શકે, નોંધાવેલ લાયકાતમાં સુધારા કરાવી શકે, રીન્યુઅલ કરાવી શકે તેમજ વ્યવસાય માર્ગદર્શન મેળવી શકે તે માટે રોજગાર વિનિમય કચેરી મોરબી દ્વારા જિલ્લાના તાલુકા મથકોએ નવેમ્બર-૨૦૧૯ માસમાં (સવારના ૧૧.૦૦ થી ૨.૦૦ દરમિયાન તા.૧૫/૧૧/૨૦૧૯ ના રોજ તાલુકા પંચાયત કચેરી માળીયા, તા.૨૦/૧૧/૨૦૧૯ ના રોજ તાલુકા પંચાયત કચેરી હળવદ તેમજ તા.૨૬/૧૧/૨૦૧૯ના રોજ તાલુકા પંચાયત કચેરી ટંકારા) ખાતે નામ નોંધણી કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. રોજગાર સેવા મેળવવા ઇચ્છુક સંબંધિત તાલુકાના ઉમેદવારોએ જાતે શૈક્ષણિક લાયકાતના તમામ અસલ પ્રમાણપત્રો/માર્કશીટ/જાતિનો દાખલો(લાગુ પડતું હોય તો)/સ્કુલ લીવીંગ સર્ટીફિકેટ/પાસ પોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ/અન્ય પ્રમાણપત્રો- વગેરે સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા જિલ્લા રોજગાર અધિકારી મોરબીની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *