ISO 9001 : 2015 Certified

SN24News

सत्य की आवाज

બાળ મજુરી એક અભિશાપ

મોટેભાગે માનવજાતિના ઉદય સાથે જ બાળમજૂરી પણ શરુ થઈ છે. ખેતી કામમાં તો બાળમજૂરી પ્રચલિત હતી જ, પરંતુ ઉદ્યોગીક ક્રાંતિ પછી બાળમજૂરીનું દુષણ વધુ વિસ્તારીયો. ઇ. સ. 1924 આંતરરાષ્ટ્રીય મજુર સંગઠનની સ્થાપના થઈ. બાળમજૂરો અને તેમના પ્રશ્નો વિશે સૌપ્રથમ વાર ઇ.સ. 1924 માં આંતરરાષ્ટ્રીય મજુર સંગઠન (ILO) એ વિચારવાનું શરુ કર્યું. તા. 26/09/2024 ના દિવસે જિનેવા જાહેર નામું સ્વીકારાયું. બીજા વિશ્વ યુદ્ધ પછી 1959 માં યુનાઈટેડ નેશન્સની સામાન્ય સભાએ બાળકોના અધિકારો અંગેનું દાસ મુદ્દા નું જાહેરનામું બહાર પડ્યું. આંતરરાષ્ટ્રીય મજુર સંગઠને અનેક સમજૂતીઓ અને ભલામણો સ્વીકાર્યા. આવી એક સમજૂતીમાં ઠરાવાયું કે 14 વર્ષથી નીચેની વય ના બાળકોને કોઈ પણ કારખાના કે ખાણ કે ભયજનક કામ માટે રાખવા નહિ. ભારતે પણ સમજુતી સ્વીકારી.

 

ભારતમાં સૌપ્રથમ 1881માં ત્યાર બાદ 1934, 1848 માં કારખાના અંગેનો કાયદો, (The Factory Act) મુજબ 14 વર્ષથી નીચેની વયના બાળકોને કારખાનામાં કામ કરવા પર પ્રતિબંધ મુકાયો.
નિયમ અનુસાર દર્શાવેલ ધંધાઓમાં કોઈ પણ બાળકને કામ માટે નોકરીએ રાખી શકતો નથી કે રાખવાની મંજૂરી આપવામાં આવતી નથી. __
1) મુસાફરો, માલસામાન કે ટપાલ નું રેલવે દ્વારા પરિવહન
2) રેલવેની જગ્યા માં અંગારા વીણવાના કે રાખવાના ખાડા સાફ કરવાના કે બાંધકામના કામમાં
3) રેલવે સ્ટેશને ખાદ્યપ્રદાર્થો વેચતી સંસ્થામાં કે જયાં વેંચનાર કે સંસ્થાના બીજા કોઈ નોકરે એક પ્લેટફોર્મ ઉપર થી બીજા ઉપર કે ચાલતી ટ્રેનમાં ચઢવાનું કે ઉતારવાનું હોય
4) રેલવે સ્ટેશન ના બાંધ કામના કામમાં કે બીજા કોઈ કામમાં કે જે રેલવેલાઈનની તદ્દન નજીકમાં જ કે રેલવેના પાટાની વચમાં કરવાનું હોય
5) કોઈ બંદર ની હદ માં કોઈ બંદર ની સત્તાને લગતું કામ
6) કામચલાઉ પરવાનો ધરાવતી હોય તેવી દુકાનમાં ફટાકડા અને દારૂખાનું વેચવાનું કામ
7) કતલખાના
8) બીડી બનાવવી
9) શેતરંજી બનાવવી
10) સિમેન્ટનું ઉત્પાદન, સિમેન્ટ થેલીમાં ભરવું
11) કાપડ છાપવાનું, રંગવાનું તેમજ વણવાનું
12) લાખ ઉત્પાદનનું
13) સાબુ ઉત્પાદન
14) ચામડાં કમાવવા
15) ઊન સાફ કરવાનું
16) મકાન બાંધવાનું અને બાંધકામના કામમાં
17) સ્લેટ, પેન્સીલો તેને પેક કરવા સાથે બનાવવાનું
18) અકીકની વસ્તુઓનું ઉત્પાદન
19) ઝેરી ધાતુઓ અને પદાર્થો જેવા કે સીસુ, પારો, મેંગનિઝ, ક્રોમિયમ, કેડિયમ, બેન્ઝીન જંતુ મારવાની દવાઓ અને એસબેસ્ટોક વાપરવામાં આવે તેવી ઉત્પાદનની પ્રક્રિયાઓ
20) કાજુ ઉપર પ્રક્રિયા કરવાનું કામ તેમજ
21) ઇલેક્ટ્રોનિક ઉદ્યોગોમાં રેણ (soldering) કરવાની પ્રક્રિયા.

 

*શિક્ષાઓ (Panalities) :*
જો કોઈ વ્યક્તિ બાળમજૂરી (નિષેદ અને નિયમન) અધિનિયમ, 1986ની કલામ-3ની જોગવાઈઓની વિરુદ્ધ કોઈ બાળકને કામે રાખે અથવા કામ કરવા રજા આપે તેને ત્રણ માસથી એક વર્ષ સુધીની કેદની શિક્ષા અથવા દસ હજારથી વિસ હજાર રૂપિયા સુધીનો દંડ અથવા બંને શિક્ષા થવા પાત્ર છે.

 

ડૉ. સીમાબેન પટેલ

રાષ્ટ્રીય અધ્યક્ષા

રાષ્ટ્રીય એકતા મંચ

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *